આજરોજ સમગ્ર ગુજરાત સાથે ભાવનગર યુવા મોરચાના યુવા પ્રમુખ નરેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વૃક્ષારોપણના આયોજન થયેલ જેમાં સિહોર તાલુકાના કનાડ ગામે બાળમંદિર તથા મોઘધામખાતે જીલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ જેનું સંચાલન સિહોર તાલુકા યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં તા.ભા. પ્રમુખ ગોમાભાઈ ડાંગર, રાકેશભાઈ ઘેલાણી, કમલેશભાઈ ઈટાળીયા, હરદેવસિંહ વાળા, કાળુભાઈ ચૌહાણ, મયુરસિંહ કનાડ, સુરેશભાઈ તેજાણી, અશ્વીનભાઈ પરમાર, ભકાભાઈ મકવાણા સહિતના કાર્યકરો તથા આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે દરેકે પ્રકૃતિના જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.