કુંભારવાડા અક્ષરપાર્કના રહેણાંકી મકાનમાંથી રોકડ-ઘરેણાની ચોરી

1062

શહેરના કુંભારવાડા અક્ષરપાર્કના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી કબાટમાં રાખેલ રોકડ રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી નાસી છુટ્યા હતા. જો કે બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી. શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક શેરી નં.૧૮ પ્લોટ નં.પપ૮માં રહેતા પરેશભાઈ કાનજીભાઈ મકવાણાના મકાનમાં ગતરાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટમાં રાખેલા રૂા.૧૦ હજાર રોકડ અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂા.પ૦ હજારની માલમત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે પરેશભાઈએ બોરતળાવ પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.

ફુલસરમાં મંદિરની દાનપેટીની તસ્કરી

શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલ ભોળાનાથના મંદિરના તાળા તોડી કોઈ અજાણ્યા તસ્કરો દાનપેટીની તસ્કરી કરી નાસી છુટ્યા હતા પરંતુ પેટીમાંથી માત્ર ૩૦ રૂપિયા નિકળતા તસ્કરો દાનપેટીને મંદિરની બાજુમાં આવેલ મોક્ષમંદિરમાં મુકી ચાલ્યા ગયા હતા. બાદ નજીકમાં આવેલ મઢુલી પાન નામની કેબીનમાં તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો.

Previous articleગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ
Next articleસુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગના નવમા માળેથી કુદીને મહિલાનો આપઘાત