લોકભારતી સણોસરા ખાતે ગ્રામ વિકાસ વિષયે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

2471

આજે તા. ૨૧ જુલાઈના રોજ બપોરે ૧૨/૦૦ થી ૧૬/૪૦ કલાક સુધી કેન્દ્રિય રાજ્ય સડક પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના લોકભારતી સણોસરા ખાતે ગ્રામ વિકાસ વિષયે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો દીપ પ્રાગટ્ય કરી અને માન. મંત્રી માંડવિયાએ જણાવ્યુ હતું કે આ પ્રકારના સેમિનારો થકી નિષ્ણાંતોને પ્લેટફોર્મ મળતુ હોય છે. ગ્રામ વિકાસ થી જ દેશનો વિકાસ શક્ય બનતો હોય છે. દેશમાં ૦૬ લાખ ગામડાઓ આવેલા છે તેમાંથી ૧૮ હજાર ગામો માં દેશ આઝાદ થયા બાદ વિજળી હતી નહિ વર્તમાન કેન્દ્ર સરકારે ૦૪ વર્ષના સમયગાળા માં આ ૧૮ હજાર ગામોમા વિજળી પહોંચાડી છે, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત પ્રતિ દિન ૧૩૪ કીલોમીટરના પાકા  રસ્તા દેશમા બની રહ્યા છે,કેન્દ્ર સરકારના ૨૧ લાખ કરોડ ના બજેટમા ૧૬ ટકા બજેટ ગ્રામ વિકાસ માટે ફાળવેલ છે,  કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારતના માધ્યમ થકી દેશના ૧૦ કરોડ પરિવારના ૫૦ કરોડ સભ્યોને વાર્ષિક રૂપિયા  ૦૫ લાખની આરોગ્ય વિમા પોલીસી આપવામા આવી છે પ્રગતિશીલ ખેડુતો ને પ્રોત્સાહન આપી તેઓ ખેતીમાં ઓછા ખર્ચે  વધુ પાક લઈ શકે તે દિશામાં કામગીરી થઈ રહી છે. આવનારા દિવસોમા દેશના ગામડાઓના  ખેડુતના ઘેર ઘેર બાયોગેસ ઉત્પન્ન થાય અને તેની આવક વધે તે  દિશામા કેન્દ્ર સરકાર કાર્યશીલ છે તેમણે વિચારો રજુ કરનારા તજજ્ઞોને ટકોર કરી જણાવ્યુ હતુ કે તે વિચારો સફળ પ્રયોગનું સ્વરૂપ ધારણ કરે તો જ આ સેમિનાર સાર્થક થયો કહેવાશે અને ખરા અર્થમા ગ્રામ વિકાસ થશે.

Previous articleયુવતી પર દુષ્કર્મ કેસ : આખરે જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ ગાળિયો ભિંસાયો
Next articleનારી રોડ પર કાળમુખા ટ્રકે છ ભેંસોને કચડી નાખી