શહેરના કુંભારવાડા-નારી રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે છ ભેંસોને એક સાથે કચડી નાખતા લોકોના ટોળા એકઠા થયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુંભારવાડા નારી રોડ પર સોમનાથ રોડ લાઈન્સનો ટ્રક નં.જીજે૪વી ૧૩૬૪ના ચાલકે પુરપાટ ઝડપે ટ્રક હકારી રસ્તા પર બેસેલી ભેંસોના ટોળા પર ચડાવી દેતા સ્થળ પર જ છ ભેંસોના મોત નિપજવા પામ્યા હતા. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રક ચાલક નાસી છુટ્યો હતો.