ભાવનગરના રેન્જ આઈ.જી. અમીતકુમાર વિશ્વકર્માની અમદાવાદ ખાતે બદલી કરાતા તેમની જગ્યાએ એન.એન. કોમારની નિમણુંક કરાઈ છે. જેમણે આઈ.જી. કચેરી ભાવનગર ખાતે વિધીવત ચાર્જ સાંભળી લીધો છે. રાજય સરકાર દ્વારા હાલમાં જ ઉચ્ચઅધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ભાવનગર રેન્જ આઈ.જી. અમીતકુમારને અમદાવાદા સેકટર-૧માં મુકવામાં આવ્યા છે. જયારે ગાંધીનગર પિ.એન્ડ એમના એન.એન.કોમારની ભાવનગર રેન્જ આઈ.જી. તરીકે નિમણુંક કરાતા તેમણે ભાવનગર આઈ.જી. ઓફીસે પોલીસ અધિકારીઓએ સલામી આપી પ્રોટોકોલ મુબજ આવકાર્યા હતાં અને વિધીવત ચાર્જ સંભાળ્યો હતો.