બોલિવુડમાં નવી નવી ફ્રેશ જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે બજાર નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેફ અલી ખાન અને ખુબસુરત ચિત્રાંગદાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મને ચોથી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં જોરદારરીતે ઝડપથી ચાલી રહ્યુ છે. મુંબઇની કમલા મિલ્સમાં શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મમાં સેફ અલી ખાન એક મોટા બિઝનેસમેનની ભૂમિકામાં નજરે પડનાર છે. જે શેર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. સેફ અલી ખાન પણ હાલમાં વધારે ફિલ્મો કરી રહ્યો નથી. તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ રહી નથી. તેની છેલ્લી ફિલ્મ રંગુન હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.