ધંધુકા શહેરની જનતા માટે છેલ્લા પંદર દિવસથી પીવાના ચોખ્ખા પાણી માટેની સમસ્યા ઉભી થઈ છે તંત્રને ટેલીફોનિક કોન્ટેક કરતાં જવાબદાર અધિકારી દ્વારા જાણવા મળેલ છે કે મોટર બળી ગઈ છે. રીપેરીંગ થઈ જતાં પાણી અપાશે તો બીજી બાજુ એ પાણી પુરવઠાના સંપમાં પાણીનો પુરવઠો ઠાલવતી મુખ્ય લાઈન ધંધુકા ફેદરા હાઈવે પર ધંધુકા રેલ્વે ફાટક પાસે છેલ્લા પંદર દિવસથી મેઈન લાઈન લિકેજ છે જેનાથી લાખો ગેલન પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે.
આ અંગે આજે પુનઃ પાણી પુરવઠા વિભાગના લાઈન મેન રણજીતભાઈનો કોન્ટેકટ કરતાં જાણવા મળેલ કે આ લાઈન રેલ્વે બ્રિજ બનાવાઈ રહ્યો છે તેમના દ્વારા પાણીની લાઈન તુટી છે જેનું સમારકામ કાલે કરી દઈશુંનો જવાબ મળ્યો છે આમ છાશવારે પાણીની મુક્ય લાઈનો એક યા બીજી જગ્યાએ તુટી જાય છે તો સાથે દુષિત પાણી પણ ભળી રહ્યુ છે. ત્યારે રોગચાળો થવાની ભીતી પણ સેવાઈ રહી છે ત્યારે તંત્ર યોગ્ય દિશામાં અને નક્કર કામગીરી હાથ ધરે અને લોકોને દુષિત પાણી ન મળે તે જોવાની જવાબદારી હાથ ધરે છે હવે જોવુ રહ્યું કે તંત્ર આ સમારકામ અંગે કામગીરી ક્યારે હાથ ધરે છે અને પાણી વેડફાતુ કેટલા સમયમાં અનુભવે છે તે સામે સૌની મીટ મંડાઈ છે.