વરસાદની મૌસમ ચાલી રહી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કરાઇ રહ્યુ છે. ત્યારે સેક્ટર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયુ હતુ. જેમાં વોર્ડના કોર્પોરેટર હાજર રહ્યા હતા. માય સેક્ટર ગ્રીન સેક્ટરના સૂત્ર હેઠળ રોપાનુ વાવેતર કરાયુ હતુ. જેમાં વસાહતિઓ, વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.