મહુવા રતનપર ગામે તળાવ ઓવરફલો થતા પશુપાલકોને પડતી ભારે મુશ્કેલીઓ

1183

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર ગામે આવેલા ભારે વરસાદના કારણે તળાવ ઓવરફલો થતા મુંગા પશુઓનો ધાસચારો તણાતા પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહુવા તાલુકામાં પડેલા ભારે વરસાદથી ચેકડેમો અને જળાશયો તો છલકાયા સાથો સાથ ગૌચરની જમીનોમાં પાણી ફરી વળ્યા હતાં. મુંગા પશુઓનો ધાસચારો પલળી જવા પામેલ જેના કારણે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને રજુઆત કરવામાં આવેલ પરંતુ કોઈ જાતથી વ્યવસ્થા થયેલ નથી.

રતનપર ગામે ૭૧ એકર ગોચરણની જમીન આવેલ છે. જયાં રસ્તો ન હોવાના કારણે પશુઓ ભુખે ટળવળી રહ્યા છે. અહીં અવરજવર માટે કોઈ રસ્તો ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે સત્વરે યોગ્ય કરવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવાઈ છે.

Previous articleસિહોરની જે.જે.મહેતા સ્કુલની વિદ્યાર્થિનીઓ સમુહ નૃત્યમાં પ્રથમ
Next articleરાજુલામાં ગંદકીનો માહોલ, લોકો ત્રાહીમામ