રાજુલા ન.પા.ચીફ ઓફિસર પરીખની ગટર યોજના કરોડો રૂપીયાની બનાવી જેનો ભારોભાર પ્રુફ સાથેની પોલ ખોલતા નવી બોડીના પ્રમુખ બાઘુબેન વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા ગાંધીનગરની ટીમ બોલાવી ભ્રષ્ટાચારની પોલ ખુલતા ચીફ ઓફિસર લાંબી રજા ઉપર ઉતરી ગયેલ અને હાજર થયા હોવા છતા પાલીકામાં આવતા નથી અહી શહેરી જનો ચીફ ઓફીસર અને પાણી પુરવઠાની મીલીભગતથી કરેલ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારની પોલ ખુલેલનો શુ બદલો લઈ રહ્યા છે વરસાદી માહોલથી નાના ભુંગળા ફીટ કરી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે રોડ પણ ભ્રષ્ટાચાર વાળો બનાવી દીધેલથી હવે રોડ શુ તોડ્યો આવો વેધક સવાલ શહેરી જનોમાં અતિ રોષ સાથે જોવા મળ્યો છે ઉપરથી લોકોના ઘરમાં ઘુસી ગયેલ ગટરના પાણી સાથે વરસાદનું પાણી ઠેર ઠેર ગંદકીનો માહોલ સર્જાયો છે અને ઘરે બેઠા બેઠા વહવટી આપવા ડોકાતા નથી જેમ કે તાલુકાના ગામમાં સર્જેલા તારાજીથી ડેપ્યુટી કલેકટર ડાભી તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદી, મામલતદાર ચૌહાણની ટીમ ભેરાઈ, રાભડા, ઉચૈયા, અરે બે દિવસ પહેલા ખાખબાઈ ગામનો ભરવાડ આધેડ પાણીમાં ગુમ થયાથી તંત્રની આખી ટીમ ઘટનાસ્થળેથી દરિયા સુધી તરવૈયાની ટીમ સાથે રહી જહેમત ઉઠાવી છે. ત્યારે રાજુલા શહેરમાં નિચાણવાળા એરીયામાં આખા રાજુલાનું ગટરનું ઉભરાઈ ગયેલ પાણીથી મુસ્કેલીમાં મુકાઈ ગયેલ લોકોની ખબર પુછવાય નથી નીકળતા આ બાબતે ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા અને પ્રમુખ બાઘુબેન બાલાભાઈ વાણીયાએ જીલ્લા કલેકટરને લેખીતમાં રજુઆત કરેલ છે.