ઘોઘા ની દરિયાઈ દીવાલ તૂટતાં દરિયા એ જમીન નું ધોવાણ કરીને ગામ માં ઘૂસવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે દરિયાકિનારે આવેલા આશરે સદીઓ જુના મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન ની કબરો તો ધોવાય ગઈ છે પણ આજે જમીન માંથી હાડપિંજર પણ બહાર આવ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો એ ભેગા થઇ ને આ હાડપિંજર ના અવશેષો ને વ્યવસ્થિત કર્યા હતા.
મુસ્લિમ સમાજમાં આ કબ્રસ્તાન આગવું સ્થાન ધરાવતું હોય ત્યારે કુંભ કર્ણ નિંદ્રામાં સુતેલું તંત્ર જાગે અને ઘોઘા ની દરિયાઈ દીવાલનો ઉકેલ ઝડપથી આવેે એવી ઘોઘા મુસ્લિમ સમાજ દ્વારા માંગ ઉઠવા પામી છે