આવતીકાલ તા.૨૩ને સોમવારથી નાની બાળાઓનાં મોળાકત (ગૌરીવ્રત)નો પ્રારંભ થઈ રહ્યો હોય નાનકડી બાળાઓ પાંચ દિવસ સુધી શણગાર સજીને હાથમાં પૂજાપાની થાળી અને જુવારા લઈને પૂજા કરવા જશે ત્યારે ભાવનગર મહાપાલીકામાં વડવા બ વોર્ડનાં કોર્પોરેટર ગીતાબેન બારૈયાએ નાનકડી બાળાઓનાં શણગારમાં વધારો થાય તેવા આશયથી વિસ્તારનાં માઢીયારોડ, આંબેડકરનગર, બાનુબેનની વાડી, વીર મેઘનગરમાં નાની બાળાઓને વિનામુલ્યે હાથમાં મહેંદી મુકીને આવકારદાયક કામગીરી કરી હતી જેનાં કારણે બાળાઓ ખુશખુશાલ થઈ ગયેલ.