ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ બાદ રસ્તાઓ ના ધોવાણ અને ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યાઓ ઉભરી ઉભરી ને બહાર આવે છે નવા બનેલા રસ્તાઓ પણ એક સારો વરસાદ ખમી શકતા નથી રામ જાણે કેવા સારા મટીરીયલ વાપરીને રસ્તાઓ બને છે ભાવનગરના સરદાર પટેલ થી હિલ પાર્ક અને સીદસર રોડ ઉપર હિલ પાર્ક ચોકડી થી સીદસર તરફ જવાનો રસ્તો દર ચોમાસે તૂટી જાય છે અને પાણી ભરાય ને તળાવ બની જાય છે અને દસ દસ દિવસ સુધી પાણી ઓસરવાનું નામ નથી લેતું સીદસર, વાળુકડ ઉપરાંત ડીગ્રી કોલેજ,હોમીયોપેથીક કોલેજ,ખાનગી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મોટી સંખ્યામાં આ માર્ગે ઉપરથી પસાર થતા હોય છે. આ વખતે પણ પહેલો સારો વરસાદ થયો ત્યાં જ રસ્તો તૂટી ગયો છે અને પાણી ભરાય ગયા છે છતાં તંત્ર ની આંખે આ હજુ ચડતું નથી અને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે અહીંના રાહદારીઓ ને વધુ વરસાદ માં અહીંથી પસાર થવા સી-પ્લેન કે બોટની સગવડ ના કરવી પડે તો સારૂં.