ભાવનગર જિલ્લા શિહોર પ્રાન્ત હેઠળના ઉમરાળા, વલ્લભીપુર અને શિહોર તાલુકાના ગામોના પડતર પ્રશ્નોના નિકાલ/ઉકેલ અંગેનો કાર્યક્રમ શિહોર ખાતેની મામલતદાર કચેરીના હોલમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમન અધ્યક્ષ સ્થાને મંત્રીએ અધિકારીઓ/ પદાધિકારીેઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, આપણે ત્યા મહેમાન આવે ત્યારે અડધો ગ્લાસ જ પાણી આપવુ મોટુ કુટુંબ આખા દિવસમાં ૪ થી ૫ લીટર પીવાનુ પાણી વેડફીફ નાખે છે. તે ખુબ જ ગંભીર બાબત છે. આવા સંજોગમાં સમગ્ર રાજયમાં પીવાના પાણીની ઘટ પડે છે. ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગનાં કારણે ૧ મહિનો વરસાદ મોડો આવ્યો છે.
આ કાર્યક્રમમાં શિહોર, ઉમરાળા અને વલ્લભીબપુરના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી. જેમા માર્ગ અને મકાન અંગેના રોડ, રસ્તા અને મકાનો, પાણી પુરવઠા, રેલ્વે ફાટક ઉપર ઓવર બ્રીજ બનાવવા,સરકારી મકાનો, તાલુકા સેવા સદન બનાવવા,ગામોમાં ઉજવલા યોજનાના લાભ મળવા, હોસ્પીટલમાં એમ્બ્યુલસ વાહન મળવા, રોડને રીસરફેસીંગ કરવા, ઉમરાળા થી વાવડી સુધીની પાણીની પાઇપ લાઇન નવી નાખવાના તાલુકામાં સરકારી કોલેજ મંજુર કરવા, કાળુભાર ડેમની કેનાલ રીનોવેશન કરવા, શિક્ષણ ખેતીવાડીમાં સબસીડી મેળવવા, રેશનીંગની દુકાન ચાલુ કરવા વનવિભાગના પ્રશ્નો, પીજીવીસીએલ, નગરપાલિકાના વિવિધ કામોના પ્રશ્નો, ગામોના તળાવો ભરવા અંગેના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં વરસાદ એક મહિનો મોડો શરૂ થયો તેનુ કારણ માત્ર ગ્લોબલ વોર્મીગ છે. છેલ્લે મંત્રીએ જણાવ્યુ હતુ કે, હવે પછી જે તે વિભાગ/કર્મચારીના અધિકારીઓ એ અપડેટ માહિતી સાથે જ આવવાનુ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ડી.વાઇ.એસ.પી જાડેજા, પ્રાન્ત શિહોર, મામલતદાર શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, જિલ્લા વન સરક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી શિહોર, વલ્લભીપુર, ઉમરાળા તથા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, તાલુકા નગરપાલિકા પ્રમુખ મહેશભાઇ વાસાણી ઉપસ્થિત રહ્યા હતા.