મહિસાગરમાં મકાન ધરાશાયી : ૨ના મોત

1294

રાજ્યના તમામ શહેર અને ગામમાં જુના માટીના મકાનો હજુ પણ ટકેલા છે. પરંતુ આવા જુના મકાન ક્યારેક દુર્ઘટનાને નોતરૂ આપી શકે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં માટીના જુના મકાન ધરાશાઈ થવાની સંભાવના વધી જાય છે, અને દુર્ઘટના સર્જાય છે. આવી જ બે અલગ-અલગ જગ્યાએથી મકાન ધરાશાય થવાની ઘટના સામે આવી છે. જેમાં જામનગરમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે મહિસાગરમાં કાટમાળ નીચે દટાઈ જવાની બે લોકોના મોત નિપજ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગરના બાલાસિનોરના જેઠાલી ગામે એક મકાન ધરાશાય થવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નિપજ્યા છે. આ ઘટના વહેલી સવારની છે. અચાનક જુનુ મકાન ધરાશાય થતાં ઘરમાં જ ઉંઘી રહેલા મામા અને ભાણેજ મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા હતા, મકાન પડવાનો અવાજ એટલો જબરદસ્ત હતો કે, આજુ બાજુમાં રહેતા પાડોસીઓ પણ ઉઠી ગયા હતા.

જો જામનગરની ઘટનાની વાત કરીએ તો, જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના મઠફળી વિસ્તારમાં એક મકાન ધરાશાય થવાની ઘટના સામે આવી છે. આ ઘટના વહેલી સવારે સર્જાઈ છે. જેમાં એક મહિલા મકાનના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. જેને હાલમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.વિગતવાર ઘટના જોઈએ તો, આજે વહેલી સવારે જામનગર શહેરના મઠફળી વિસ્તારમાં આવેલુ એક જુનુ મકાન ધરાશાયી થયું હતું, અચાનક વહેલી સવારે આ ઘટના સર્જાતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા, જોયુ તો મકાન સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું. , આ મુદ્દે તૂરંત લોકોએ તંત્રને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મકાનના કાટમાળ નીચે દટાયેલ મહિલાને બહાર કાઢવા રેસક્યૂ હાથ ધર્યુ હતું.

Previous articleઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : સુરતમાં ભારે વર્ષા
Next articleઅભિનેતા સાહિલખાને શહેરમાં એ.આર. ફીટનેસ સેન્ટરની બ્રાંચનો પ્રારંભ કરાવ્યો