હાલમાં દુબઈ ખાતે ઈન્ડીયા – યુ.એસ્ઈ.ના સંયુકત ઉપક્રમે યોજાયેલ એશીયન હેલ્થકેર બ્રાન્ડસ-ર૦૧૭ના સમારંભમાં ભાવનગરની વર્ષો જુની લોકપ્રિય બ્રાન્ડ કાયમચુર્ણના ઉત્પાદક શેઠ બ્રધર્સને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ યુએઈના હેલ્થ મીનીસ્ટર એચ.ઈ.અબ્દુલ રહેમાન બી મહોમહદ અલ કવાઈસ તથા ઈન્ડિયાના યુનિયન મીનીસ્ટર ફોર હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફર જે.પી.નંદાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પ્રજ્ઞેશભાઈ શેઠ તથા ફલક શેઠ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
એવોર્ડ મળ્યાની ખુશી વ્યકત કરતા પ્રજ્ઞેશભાઈ શેઠએ જણાવ્યું હતું કે અમારૂ કાયમચુર્ણ દેશમાં તો નં. ૧ છે જ પરંતુ હવે કાયમચુર્ણ એશીયાની શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે જેનું અમોને ગૌરવ પણ છે અને ખુશી પણ છે આમ શેઠ બ્રધર્સને એશીયન બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ મળતા ભાવનગરનું નામ રોશન કર્યુ છે.