સિહોર હાલ ગૌતમેશ્વર રોડ નું કાર્ય શરૂ છે આખો રોડ કીચડ થી ભરેલો છે. ગૌતમેશ્વર જવાના નીચે ના રસ્તા બંધ થયા છે ત્યારે આ રોડ પર આવેલ નવનાથ પૈકી ના ભૂતનાથ તથા ધારનાથ ના પણ રોડ ખરાબ છે ત્યારે સિહોર શહેર ના એક માત્ર એવા સ્મશાન ની હાલત બદતર થવા પામી છે છતાં તંત્ર ને આ બાબતે ગંભીર વિચાર નથી આવતો ખરેખર હાઇવે માં પણ ડાઈવરજન કાઢી લોકો ને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે સિહોર માં ગૌતમેશ્વર રોડ નું નવનિર્માણ કાર્ય શરૂ છે અને હાલ ચોમાસાની સિઝન હોય રસ્તામાં પાણી તથા કીચડ હોય ડાઘુઓ સ્મશાને અર્થીને કાંધ આપી જતાં હોય ત્યારે અર્થી અથવા ડાઘુ પોતે પડી જવાની બીકે હાલક ડોલક થતા થતા સ્મશાને પહોંચે છે.
હાલ ગૌતમેશ્વર રોડ ખરાબ હોવાના કારણે સુરકા દરવાજા પાસે આવેલ મસાણી મેલડીમાંના મદિર પાછળથી સ્મશાનના પાછળ ના દરવાજે થઈ આખું સ્મશાન ફરી ડાઘુઓ અર્થીને પહોચાડે છે પરંતુ આ રોડની હાલત જોવા જેવી છે અહીંના રોડ પર પણ એટલો કાદવ કીચડ છે કે સ્મશાનયાત્રા મા આવનાર પણ અહીં લપસી પડે છે ત્યારે તંત્ર પર લોકો ફિટકાર વરસાવી રહયા છે પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે આ રસ્તા પર સાફસફાઈ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે