ભાવનગર જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ભાવનગર શહેરની ર૦ શાળાના સ્કાઉટ-ગાઈડ માટે પ્રાથમિક સારવારની તાલીમ શિબીર યોજવામાં આવેલ. જેમાં બાળકોને મુશ્કેલીના સમયમાં પોતે અને બીજાને ઉપયોગી થઈ શકે તેવા આશયથી તાલીમ અપાયેલ. જેમાં સ્ટ્રેચર, બેલ્ટ, સ્કાર્ફ, વારદાન થકી કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય તેનું નિર્દશન કરાવ્યું હતું.