ફિલ્મ વીરે દી વેડિંગના માસ્ટરબેશનના સીનથી સ્વરા ભાસ્કરે ચકચાર જગાવી હતી. હવે નેટફ્લિક્સની ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાં એક્ટ્રેસ કિયારા અડવાણી માસ્ટરબેશનનો સીન કરીને ફરીથી રાતોરાત ચર્ચામાં આવી છે. લસ્ટ સ્ટોરીઝમાં કિયારાનો માસ્ટરબેશન સીન ચર્ચામાં છે ને તેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરનો માસ્ટરબેશનનો સીન બતાવવામાં આવ્યો ત્યારે તેને ફિમેલ સેક્સ્યુઆલિટીને એમ્પાવર કરતો સીન ગણાવાયો હતો. કિયારાનો સીન પણ હાલમાં ચર્ચામાં છે ત્યારે કિયારાએ આ સીન કઈ રીતે કરાયો તે વિશે મીડિયા સામે વાત કરી છે. કિયારાના મતે આ સીન શૂટ નહતો થયો ત્યાં સુધી તેના મનમાં અલગ અલગ પ્રકારના વિચાર આવ્યા કરતા હતા. આ શૂટિંગના એક સપ્તાહ પહેલાં તેમણે કોસ્ચ્યુમ લુક ટેસ્ટ કર્યો હતો. કિરાયાએ કરણને પૂછ્યું હતું કે, આ સીન માટે કોઈ વર્કશોપ કરવાના છે ? કરણે કહ્યું કે, ના, તુ બસ સેટ પર આવી જજે, એક્ટિંગ કરજે, અને એન્જોય કરશે.