વિશ્વ વિખ્યાત ભાવનગર જિલ્લાના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવવાની દિશામાં કામ કર્યુ હોવાનું ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ. વિશ્વમાં આગવી ઓળખ ધરાવતા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડને લઈને ઘણા વર્ષોથી પર્યાવરણ સંબંધી સહિત અનેક ફરીયાદો આવી રહી છે. અગાઉ તે ફરિયાદો સાંભળવામાં આવતી નહીં પરંતુ ભાજપ સરકારે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. જાપાન લોકોને બુલેટ ટ્રેન માટે જ યાદ છે પરંતુ જાપાનને સાથે રાખીને કેન્દ્ર સરકાર અલંગને લઈને પણ એક યોજના અમલમાં મુકવાની દિશામાં કામ કરી રહી છે. આ યોજનાથી અલંગના લોકોને ખુબ મોટો ફાયદો મળશે બુલેટ ટ્રેનને લઈને વિપક્ષોએ પ્રહારો કર્યા હતા. તેને અલંગ યોજવાની જવાબ આપવામાં આવશે. આ યોજનાથી લોકોની સાથો સાથ શીપ બ્રેકીંગ ઉદ્યોગને પણ મોટો ફાયદો મળે છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ.