વરસો અગાઉ ૨૦૦૯માં એવો ગણગણાટ સંભળાયો હતો કે કેટરીના કૈફ પોતાનું નિર્માણ ગૃહ ખોલવાની યોજના ઘડી રહી છે જેથી એ ફ્રેન્ચ ફિલ્મ પ્રાઈસલેસને હિન્દી ભાષામાં બનાવી શકે. જોકે અભિનેત્રીએ તત્કાળ આ બાબતને ફગાવી દીધી હતી. આ પ્રકારના અફવાઓ પાછી સપાટી પર આપી છે. સંભળાય છે કે કેટરીના અમુક સારી ફિલ્મોને આર્થિક પીઠબળ પૂરું પાડશે અને એમાં એ મહત્ત્વની ભૂમિકા ભજવશે. એવું મનાય છે કે એનો ખાસ સલમાન ખાન એથી યોજનાને પ્રોત્સાહન આપી રહ્યો છે. સલમાને બોલીવુડમાં નેક નવા ચહેરાં લોન્ચ કર્યા છે અને ઘણી વ્યક્તિઓને પ્રોડકશન હાઉસ ખોલવા મદદ કરી છે. સલમાન- કેટરીના વચ્ચે સારા સંબંધ છે અને એ કેટરીના એકટિંગ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ કરે એમ ઈચ્છે છે. કેટરીના કૈફ પોતાનું નિર્માણ ગૃહ ખોલવાની યોજના ઘડી રહી છે.