શુક્રવારની રાત્રે સૌથી લાંબુ ખગ્રાસ ચંદ્રગ્રહણ

1625

સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં શુક્ર-શનિવાર તા.ર૭-ર૮ મી જુલાઈએ ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો બનવાનો છે. સમગ્ર ભારત સહિત અમુક દેશોમાં ગ્રહણ આશરે ૩ કલાક ને પપ મિનિટ સુધી આહલાદક જોવા મળશે. ગુજરાતમાં વરસાદી વાતાવરણ અને વાદળાના કારણે ગ્રહણ જોવામાં વિક્ષેપ થાય તેવી જાથાને આશંકા છે. વિશ્વના વૈજ્ઞાનિકો ગ્રહણ સંબંધી સંશોધનો માટે આખરી તૈયારી સાથે સ્થળની પસંદગી કરી લીધી છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે જયારે ભારતમાં લેભાગુઓ સદીઓથી ગ્રહણ સંબંધી ભાતભાતની આગાહીઓ અને વૈધાદિ નિયમો ઠોકીને લોકોને અવળે માર્ગે વાળી ક્રિયાકાંડો તરફ દોરી જાય છે તેની સામે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણની ગેરમાન્યતાનું ખંડન કરી વૈધાદિ નિયમોનો ઉલાળીયો કરી લોકોને જાગૃતિ કાર્યક્રમ દ્વારા વૈજ્ઞાનિક સમજ આપવાનો રાજયસ્તરી આયોજન અમલમાં મુકી અવકાશી ગ્રહણ માત્ર ને માત્ર ભૂમિતિની રમત, પરિભ્રમણ, ખગોળીય ઘટનાથી માહિતગાર કરશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સવંત ર૦૭૪ અષાઢ શુકલ પક્ષ પૂનમ ને શુક્ર અને શનિવાર તા. ર૭/ર૮ જુલાઈ ર૦૧૮ મકર રાશિ ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રમાં થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારત સહિત યુરોપ, એશિયા, ઓસ્ટે્રલિયા, આફ્રિકા, દક્ષિણ અને ઉતર અમેરિકા, પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકામાં અદ્દભુત-આહલાદક અવકાશી નજારો લોકોને જોવા મળશે. ભારતમાં અમુક રાજયોમાં વરસાદી વાતાવરણ, વાદળાના કારણે છુટક છુટક, વિક્ષેપ સાથે ગ્રહણ જોવા મળશે.

ભારતીય સમય મુજબ ભૂમંડલે ખગોળીય ચમત્કૃતિ ગ્રહણ સ્પર્શ : મધ્યરાત્રિ ર૩ કલાક પ૪ મિનિટ ૩૦ સેકન્ડ, ગ્રહણ સંમિલન : રપ કલાક ૦ મિનિટ ૧પ સેકન્ડ, ગ્રહણ મધ્ય : રપ કલાક પ૧ મિનિટ ૪પ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ર૬ કલાક ૪૩ મિનિટ ૧પ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ર૭ કલાક ૪૯ મિનિટ, ગ્રહણ પર્વકાળ : ૩ કલાક ને પપ મિનિટ, પરમ ગ્રાસ : ૧.૬૦૮૭ એટલે કે ૧.૬૦૯.

વિશેષમાં જાથાના પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ ભારત તેમજ ગુજરાતમાં મધ્યરાત્રિના ૧૧ કલાક ને પ૪ મિનિટ પ્રારંભની સાથે ગ્રહણ જોવા મળશે તેમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભુજ-કચ્છ, ભચાઉ, નખત્રાણા, માંડવી, માતાનો મઢ, અમરેલી, ભાવનગર, જામનગર,  સુરેન્દ્રનગર, દ્વારકા, દિવ સહિત જિલ્લા મથકો-તાલુકાઓ જમ્મુ કાશ્મીર, હરિદ્વાર, કોટા, મુંબઈ, દિલ્હી, તિરૂપતિ, શ્રીનગર, ઈમ્ફાલ મણીપુર, જોધપુર, ઉદયપુર, જયપુર, નાસીક, પુણે, ગોરખપુર, ઈન્દોર, લુધીયાણા, કોચીન, અમૃતસર, અજમેર, કોલ્હાપુર, પ્રમુખ નગરો ઉપરાંત વિદેશમાં ટોકિયો, બ્રસેલ્સ, લંડન, બુડાપેસ્ટ, કૈરો, અંકારા, જાકાર્તા, એથેન્સ, રોમ, યાન્ગોન, મેડરીડ, સીડની, મેલબોર્ન, પેરીસ, માસ્કો, બેઈજિંગ, રીઓ ડીજોરો, આર્જન્ટિના સહિત રાજધાની મથકોએ ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભૂત નજારો જોવા મળશે. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પડાવ નાખી દીધો છે. રાજયમાં આકાશ સ્વચ્છ રહે તે માટે જાથા આશાવાદ રાખી રહ્યું છે. વર્ષાૠતુ અને વાદળા સિવાયના રાજયો તથા વિદેશમાં લોકો ૩ કલાક ને પપ મિનિટ સુધી અદ્દભૂત નજારો જોઈ શકશે.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરના ૪૦૦ જિલ્લાઓમાં જાથાની રાષ્ટ્રીય કચેરી ગ્રહણ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વિગેરે માહિતી જાથા વારંવાર લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ ૩ કલાક ને પપ મિનિટ આસપાસ જોવા મળશે.

દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી મારફત ગ્રહણ નિદર્શન સાથે વેધાદિ નિયમો સુતક-બુતકનું કડડભૂસ કરવા ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજશે. ગ્રહણ સમયે ચા-નાસ્તો, ભોજન, નિદર્શન રાખવામાં આવશે. ગ્રહણની અસર લેશમાત્ર નથી તેનો આધાર મુકવામાં આવશે. ભૌગોલિક અસર કેમ નથી તેની સમજ આપવામાં આવશે. રાજયભરમાં જાથાએ તેની શાખાઓ, શુભેચ્છકોની મદદથી ગામેગામ નિદર્શન રાખવામાં આવશે. કુદરત-પ્રાકૃતિક નિયમ કાયમ છે. કુદરતના નિયમોનું પાલન માનવીએ કરવું જ પડશે. પૃથ્વી ઉપર દર મિનિટે, સારી-ખરાબ, હોની-અનહોની, લાભ-નુકશાન, શુભ-અશુભ વિગેરે ઘટનાઓ બનવાની જ છે તેને કોઈ રોકી શકતું નથી, અટકાવી શકતું નથી.           જાથાના રાજય કક્ષાના કાર્યક્રમમાં ગ્રહણ નિદર્શન, ચા-નાસ્તો રાખવામાં આવશે. રાજયના જિલ્લા-તાલુકા મથકને આવરી લેવામાં આવશે.

Previous articleઆરએએફ ટીમ દ્વારા પોલીસ કર્મીને માર્ગદર્શન
Next articleવૃધ્ધાને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી ત્રણ ઈસમોએ ૨૬ હજાર સેરવી લીધા