ધારાબંદર ગામે અલ્ટ્રાટેક દ્વારા વિનામુલ્યે મેડિકલ કેમ્પ યોજાયો

962

અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટ દ્વારા ધારાબંદર ગામે પુર પ્રકોપથી રોગચાળાને નાથવા વેલફેર ફાઉન્ડેશન વિભાગ દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન થયું. જેમાં ૧૯૦ દર્દીઓને વિનામુલ્યે સારવાર અને દવાઓ અપાઈ.

અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટ જાફરાબાદ વેલફેર ફાઉન્ડેશન દ્વારા જાફરાબાદના અરબી સમુદ્રની ગોદમાં આવેલ ધારાબંદર ગામે અડધા તાલુકાનું ચોમાસાના પુરનું પાણી આવી જતા તે પાણીને દરિયો પણ ન સંઘરતા ધારાબંદર ગામને બન્ને બાજુથી પાણીનો મારો થતા ગામ બેટમાં ફેરવાઈ ગયેલથી લોકોને ખાવા પીવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરેલ આવે વખતે તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા તરફથી વિનામુલ્યે અનાજ કીટ અને દુધ સહિતની થેલીઓ પહોંચાડેલ પણ આરોગ્ય બાબતે ગામમાં રોગચાળો ફાટી નિકળવેલ તે રોગચાળાને નાથવા તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાએ અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટના અધિકારીને વાત કરતા તુરત જ કંપનીના અધિકારીના આદેશ અનુસાર કંપનીના ખ્યાતનામ ડો.ઉમાકાંતભાઈ, ડો.સંજયભાઈ સહિત ડોક્ટર કાફલા સાથે કંપનીના સીએસઆર વિભાગના એમ.એમ. સાકરીયા અને ફાલ્ગુનીબેન સાથે ધારાબંદર તાબડતોબ હેલ્થ કેમ્પના આયોજન માટે ગામના સરપંચ સુકરભાઈ સોલંકી, ઉપસરપંચ દોલુભાઈ બારૈયા, વાઘાભાઈ બારૈયા, લખુભાઈ બારૈયા અને ભાણાભાઈ બારૈયા દ્વારા ગામમાં ઘરે-ઘરે માંદગી બિછાને પડેલ દર્દીઓને કેમ્પ સુધી પહોંચાડી કુલ ૧૯૦ દર્દીઓને વિનામુલ્યે તપાસ સારવાર અને દવાઓ આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે.

Previous articleદેવકા-કુંભારીયા વચ્ચેના જોલાપરી પુલનું હીરાભાઈએ નિરીક્ષણ કર્યુ
Next articleસૌરાષ્ટ્રનું ગૌરવ સિંહ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે સૌના યોગદાનની આવશ્યકતા