સિહોરનો વોર્ડ નં.૬ કે જેમા લોકોએ ૩ પક્ષ ચુટ્યા છે. જેમા ૧ સીટ ભાજપ રસીદ કોંગ્રેસ અન ૧ સીટ અપક્ષ છે ત્યારે આ વિસ્તારમાં અમુક અડચણો તથા દબાણો હોય જે પાળીયાધારના ખાચામાં રહેતા મીતેષભાઈ પંડ્યા દ્વારા ૧૦ દિવસ પહેલા ચીફ ઓફીસર તથા પ્રમુખને અરજી કરી વિસ્તારની સમસ્યાઓ જણાવેલ ત્યારે આ અંગે પ્રમુખ દિપ્તીબેન તથા નગરપાલિકા સ્ટાફ અચાનક આજરોજ હરકતમાં આવી સ્થળ તપાસ કરતા મિતેષભાઈના અરજી વ્યાજબી લાગતા તાબડતોબ આ રસ્તા પર દબાણ કરેલ કેબીન, પથ્થરો તથા ઉકરડાના ઢગલાઓ દુર કરાવી સપાઈ હાથ ધરાવેલ ત્યારે આ વિસ્તારના લોકોમાં ખુશી છવાઈ હતી કે વર્ષોથી આ જગ્યા પર દબાણ તથા ઉકરડાઓ થતા જે એક ઝાટકે પ્રમુખે નિર્ણય કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.