ગ્રામજનો પુર પ્રકોપમાંથી હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રોડ રસ્તા સાવ ધોવાઈ ગયા છે તેમા અમારી મજાક ઉડાવતા તંત્ર સામે અતિરોષ સાથે ડેપ્યુટી કલેકટર ડાભીને સરપંચ મંડળના પ્રમુખ મહીપતભાઈ વરૂ સાથે તાલુકાના તમામ સરપંચોએ આવેદન પત્ર આપ્યું હતું.
જાફરાબાદ તાલુકામાં એટીવીટીની ગ્રાંટ ફાળવવામાં તંત્ર ઘોર અન્યાય કર્યો છે એકતો અતિ વરસાદે અને પુર પ્રકોપની દરેક ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવા સમયે તંત્ર દ્વારા સામે ચાલીને તમામ રોડ રસ્તાઓ બનાવવા ગ્રાન્ટો ફાળવવા જોઈએ તેના બદલે આ ગ્રાન્ટ ફાળવીને અતિ પછાત ગણાતા ગામોની મજાક ઉડાડી છે. જે જાફરાબાદ તાલુકા સેસોસીએશન સરપંચ મંડળના પ્રમુખ મહીપતભાઈ વરૂ દ્વારા તાલુકાના તમામ સરપંચોની બેઠકમાં પોલ ખુલી કે મોટી ગ્રામ પંચાયતોમાં ૮ થી ૯ લાખની ગ્રાન્ટ અને નાના ગામડામાં માત્ર ૫૦ હજાર ફલાવી દીધી એસોસીએશનના પ્રમુખ મહીપતભાઈએ કહેલ કે અગાઉ જાફરાબાદ ડી.આર.ડી ખાતે તા.૩-૭-૨૦૧૮ મળેલ જેમા અમોને જામ મુજબ આ આયોજન બેઠક સ્થાનીક ધારાસભ્ય અને ડેપ્યુટી કલેકટરની ઉપસ્થિતીમાં થવી જોઈએ એ તે આ અતિ મહત્વની એટીવીટીની આયોજન બેઠકમાં બન્ને મહાનુભાવોની ગેરહાજરીમાં મળેલ અને ત્યારે વસ્તી પ્રમાણે ગ્રાન્ટ ફાળવવાની વાત કરીને કમીટી દ્વારા અમલવારી પણ કરી દીધેલ જેથી અમારા તમામ નાના ગામોને ૫૦ હજારમાં એક પણ રોડ રસ્તો હાલની પરિસ્થિતીએ રીપેર પણ થાય તેવી હાલત પુરપ્રકોપથી બની જવા પામી છે. અમોને હળાહળ અન્યાય થયો છે ૧૫ જેટલા ગામોના સરપંચોને જેમાં બાલાની વાવથી પદુભાઈ વરૂ અને પ્રતાપભાી વરૂ, અનીરૂધ્ધભાી વાળા ‘સરોવડા’હરેશભાઈ વરૂ કોળી કંથારીયા, પ્રતાપભાઈ રામકુભાઈ વરૂ, જુની જીકાદ્રી કનુભાઈ કોટીલા ફાચરીયા, ઘનશ્યામભાઈ વરૂ પાટી માણસ, અશોકભાઈ લોર સહિત ૧૫ ગામોમાં છેક ટીબી પાસે વડલી કેરાળા, ચીત્રાસર જેવા ગાોના સરપંચોએ આજે ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા જીલ્લા આયોજન અધિકારી બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને ધગધગતુ આપ્યુ આવેદન પત્ર જેમાં અમોને થયેલ અન્યાય બાબતે યોગ્ય કાર્યવાહી કરવા કરી રજુઆત કરી હતી.