વૃધ્ધાને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી ત્રણ ઈસમોએ ૨૬ હજાર સેરવી લીધા

1841

ભાવનગરના સોનગઢ ગામે રહેતાં વૃદ્ધ પાલીતાણા ચોકડીએ ઉભા હતા ત્યારે ત્રણ શખ્સો લીલાકલરની સી. એન.જી.રીક્ષામાં આવી વૃધ્ધને પેસેન્જર તરીકે બેસાડી તેના ખીસ્સામાંથી રૂા.૨૬ હજાર અને એ.ટી.એમ.કાર્ડ સેરવી લઈ નાસી છુટ્યા હતા બનાવ અગે વૃધ્ધે સોનગઢ પોલીસને જાણ કરતાં પોલીસે માત્ર અરજી લઈ સી.સી.ટીવી ફુટેઝના આધારે ત્રણેય શખ્સોેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આજરોજ ભાવનગર જિલ્લાનાં સોનગઢ હાઈવેથી પાલીતાણા જવાના રસ્તે જતાં ધીરૂભાઈ હિરજીભાઈ મકવાણાને અજાણ્યા ત્રણ ઈસમો દ્વારા લીલા કલરની સીએનજી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ધીરૂભાઈ પાસે રહેલાં રૂા.૨૬ હજાર રોકડા અને ખીસ્સામાં રહેલા એસબીઆઈનું એટીએમ ઉઠાવી ગયેલની ધીરૂભાઈ દ્વારા સોનગઢ પોલીસ મથકમાં અરજી કરતાં સોનગઢ પોલીસ દ્વારા સીસીટીવી ફુટેઝના આધારે ત્રણ શખ્સોેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleશુક્રવારની રાત્રે સૌથી લાંબુ ખગ્રાસ ચંદ્રગ્રહણ
Next articleબોરડા ગામે વિજ ચેકીંગ અર્થે આવેલ અધિકારીઓને ગ્રામજનોએ ભગાડ્યા