શહેરના વડવા વિસ્તારમાં દેવજી ભગતની ધર્મશાળા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શકુનીઓને નિલમબાગ પોલીસે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના વડવા, દેવજી ભગતની ધર્મશાળા પાસે તીનપત્તીનો જુગાર રમતા મોહન શંભુભાઈ મકવાણા, સાજીદ આબેદભાઈ શેખ, યાસીન કરીમભાઈ, ભદ્રેશ મનજીભાઈ મેર, દિનેશ ધીરૂભાઈ મેર અને મકસુદ યુનુસભાઈ મીરઝા (રે.તમામ ભાવનગર)ને નિલમબાગ પોલીસ સ્ટાફે બાતમી રાહેડ રેડ કરી રોકડ રૂા.ર૮૮૦, પાંચ મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂા.૭ર,૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.