વ્રત તહેવારોથી નાનકડી દીકરીઓએ પોતાની આવનારી જિંદગી માટે સજ્જ થથી હોય છે જો કે મોળાવ્રતનો ઉત્સાહ આવી નાનકડી નાનકડી ઢીંગલીઓ માટે તો જન્મદિવસ કે દિવાળી-નવા વર્ષથી પણ મોટો હોય છે તળપદી ભાષામાં જેને મોળાકત કહીએ છીએ તે વ્રત પૂજનનો આજથી પાંચ દિવસ આ બાળાઓ માટે મલકાટ સાથે ધમધમાટ રહેશે આમ તો, પાછલા ચાર દિવસ પણ મોળો, તિખો, ખારો, ખાટો એણ સ્વાદ સાથે રહેવાના હોય છે. નાનકડી દીકરીઓને આવતા દિવસોના સામાજીક સ્વાદને ભાર અત્યારથી જ શીખવી દેવાનો સમાજ અને લોકશાસ્ત્રનો પ્રયાસ હશે ને ?
નાનકડી બાળાઓનાં મોળાકત વ્રતનાં આજથી પ્રારંભ થતા શહેર અને જિલ્લામાં નાનકડી બાળાઓ શિવમંદિરોએ પહોચી ગઈ હતી શહેરનાં પણ સોમનાથ, બિલેશ્વર, મહાકાલેશ્વર, ભગવાનેશ્વર મંદિર, સહિતનાં સ્થળોએ નાનકડી બાળાઓને શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે પૂજન કરાવાતું હતું. બાળાઓ શણગાર સજીને માતાઓ સાથે પૂજન કરવા આવી પહોચી હતી. હવે પાંચ દિવસ સુધી બાળાઓ મોળુ ખાઈએ વ્રત કરશે અને પાંચમા દિવસે જાગરણ સાથે વ્રતની પૂર્ણાહૂતી કરાશે.