મહુવા નગરપાલિકાની વોર્ડ નંબર ૩ અને ૪માં ગટરલાઈન મેઈન હોલ ભરાય જતા વલ્લભાઈનો ચોક બોરડી ફળીયુ ગોહીલવાળો ખાંચો ખડીયા મહોલ્લા સૈયદ શેરી ભરવાડ શેરી, તારવાડી સામનો ખાંચો નગરપાલિકાની ઘોર બેદરકારી ચોમાસાની પહેલાની પ્રી.મોનસુન કામગીરી કરવામાં તદ્દન નિષ્ફળ રહેતા આ વિસ્તારના નગરસેવકો બેદરકારીને કારણે આ આખો વિસ્તાર ગટરનાં પાણીથી વહી રહી છે. સાથો સાથ ગટરના મેઈન હોલ ભરાય જવાથી પાણીની લાઈન સાથે ભળી જતા લોકોને આરોગ્ય સાથે ખતરો ઉભો થયો છે. છેલ્લા પંદર દીવસથી સતત વરસી રહેલા વરસાદને કારણએ પુરો વિસ્તાર કાંદવ કીચડથી લથપથ છે. તેમા વળી ગટર ભળવાથી આ વિસ્તારના રહીશોને રહેવુ દુષ્વાર થયેલ છે. મહુવા નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તાર પ્રત્યે હંમેશા ઉદાસીન રહ્યા છે. ગટરના પાણી નળ લાઈનમાં ભળી ગયેલ છે આને કારણે રોગચાળો ફાટી નિકળે તો એના માટે જવાબદાર કોમ ? તેવા સવાલો ઉઠવા પામેલ છે.