હાઈકોર્ટે ટ્રાફિક મુદ્દે પોલીસની કામગીરીને બિરદાવી તો ભૂવાને લઈને મનપાને લગાવી ફટકાર

1187

શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે આજે ફરીવાર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોર્ટે છેલ્લા ચાર-પાંચ દિવસથી પોલીસે ટ્રાફિકને લઈને હાથ ધરેલા કામની પોલીસે પ્રશંકા કરી હતી અને આ સાથે કહ્યું કે, આ કામ યથાવત્‌ રહે તે જરૂરી છે. કોર્ટે કહ્યું કે, સ્માર્ટસિટી બનાવવા માટે આ કામગીરી કરવી પડશે. પરંતુ કોર્ટે ટકોર કરતા કહ્યું કે, રસ્તા પર પડતા ભૂવાઓ નાગરિકો માટે જોખમી છે. આ રોડ પર ભૂવા પડતા અટકાવવા જરૂરી છે.

અમદાવાદમાં વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂવાઓ પડી ગયા છે. ત્યારે હાઇકોર્ટે ભૂવાઓને લઈને કોર્પોરેશનને ટકોર કરી હતી. આ અંગે કોર્ટે સવાલો કર્યા હતા. દર વર્ષે ભૂવાઓ પડતા અટકાવવા માટે શું કરવું જોઈએ? આ ભૂવાઓ કેમ પડે છે? આ પ્રકારના ભૂવાઓ કેમ પડે છે. જે પ્રજાજનો માટે જોખમી છે. ત્યારે એએમસીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જૂની પાઇપલાઇનને કારણે ભૂવાઓ પડે છે.  હાઇકોર્ટે આશરે સાત દિવસ બાદ શહેરમાં રસ્તા, ર્પાકિંગ જેવા મુદ્દા પર પરી સુનાવણી હાથ ધરી હતી. કોર્ટમાં અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યાં હતા. કોર્ટે પોલીસે ર્પાકિંગ અને ટ્રાફિકના મુદ્દે કરેલી કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કામગીરી જાળવી રાખો તે જરૂરી છે. આ સાથે નાગરિકો પણ શિસ્ત જાળવે તેમ કોર્ટે કહ્યું હતું. ત્યારે જ અમદાવાદ ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનશે.

આ પહેલા ૧૫ જુલાઈએ હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરતા ફટકાર લગાવી હતી. ખુદ પોલીસ કમિશનર પણ હાઈકોર્ટ પહોંચ્યા હતા. ત્યારે કોર્ટે આ અંગે કડકમાં કડક પગલા ભરવા માટે સૂચના આપી હતી.

Previous articleગુજરાતમાં IPSની બદલીઓ થશે : પોલીસતંત્રમાં થશે ફેરફાર
Next articleસુરત યુવતિ દુષ્કર્મ કેસ : જયંતિ ભાનુશાળી ફરાર