૧૫મા નાણા પંચના ગુજરાત પ્રવાસ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પંચના અધ્યક્ષ એન.કે.સીંગ સહિતના સભ્યોએ ગુજરાતના નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનની પ્રશંસા કરી પત્રકારોના પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવ્યા હતા. ગુજરાતે સંપૂર્ણ નશાબંધી અપનાવીને કાયદો વ્યવસ્થા તથા સમાજ સુરક્ષાની બુનિયાદ સુદ્રઢ બનાવી છે. આ અંગે તેમણે ૧૫માં નાણાંપંચને અનુરોધ કર્યો કે જે રાજ્યોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેમણે એના પરિણામે થતી મહેસૂલી આવકની રૂ.૯૮૬૪ કરોડની ખોટ પૂરવા કેન્દ્રીય નાણાપંચે તે બાબતે પણ સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે.તેવી સરકારની માંગણી અંગે અને લાંબા દરીયાકિનારા માટે નાણાંની માગણી અંગે આયોગ વિચારણા કરશૈ તેવું નાણાંપંચના અધ્યક્ષ એન.કે.સીંગે જણાવ્યું હતું.