હાર્દિક પટેલે કેશુભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

1124

આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ છે, ત્યારે તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ પહોંચ્યા હતા અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કેશુબાપાના ઘરે પહોંચ્યા હતા અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

હાર્દિક પટેલે કેશુબાપા સાથે થોડીવાર વાતચીત પણ કરી હતી. ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ તેમને શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા.આ ઉપરાંત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, આર.સી. ફળદું અને ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે જ્ન્મ દિવસની શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, કેશુભાઈ પટેલ પાટીદાર સમાજનું નેતૃત્વ કરતાં દિગ્ગજ નેતા હોવાથી હાર્દિક પટેલ કેશુભાઈને મળવા જાય તે રાજકીય મહત્વ પણ ધરાવે છે.

Previous articleસુંદરકાંડ પાઠનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો
Next articleપાટનગર રખડતાં ઢોરોને હવાલેઃ અકસ્માતોનો ભોગ બનતા લોકો