સાવરકુંડલા તાલુકાના બાઢડા હરીરામબાપુ ગોદડીયા આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે. જેમાં બ્રહ્મલીન સંત શિરોમણી ગુરૂ ભીખારામબાપુ ગુરૂ રામબાપાની સવારે સમાધી પૂજન તેમજ બપોરે મહાપ્રસાદ અને સંતવાણી કાર્યક્રમમાં અનેક નામી-અનામી ભજન સમ્રાટો આવી પોતાની પવિત્ર વાણીથી ગુરૂ મહિનાનો સંતવાણી કાર્યક્રમમાં ભજન ધારા વહેવડાવાશે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં બાઢડા ગામે દર વર્ષે એટલો બધો ભક્ત અને સેવકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે કે જ્યાં એક ધાર્મિક મેળો ભરાઈ છે. જેમાં હજારોની સંખ્યામાં ગોદડીયા પરિવારના દેશ પરદેશથી સેવકો પધારી બ્રહ્મલીન સંત શિરોમણી ભીખારામબાપુ, શ્રી રામ બાપા અને સમર્થ સંત શિરોમણી બ્રહ્મલીન ગોદડીયા હરીરામબાપુ તેમજ પ્રેમદાસબાપુ ગોદડીયાની સમાધી નીજ મંદિરે મહાઆરતી થશે. આ તમામ ભજન અને ભોજન હાલના મહંત સંત બંસીદાસબાપુ તથા બાઢડા ગામ, લુવારા ગામ, ગોરડકા તેમજ સાવરકુંડલા, મહુવા તાબેના ગુંદરડી તેમજ બાબરીયાવાડમાંથી નાગેશ્રીના માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, ભોળાભાઈ વરૂ, મહેશભાઈ વરૂ સહિત અમદાવાદ, સુરત, મુંબઈથી સેવકો ઉપસ્થિત રહેશે.