રાણપુર પોલીસે જુગાર રમતાં ૧૪ને ઝડપ્યા

1687

શ્રાવણ મહિનો ચાલુ થવાને હજુ પંદર દિવસની વાર છે ત્યારે બોટાદ જીલ્લાના  રાણપુરમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.એન.રામાણીએ જુગારીઓ ઉપર લાંલ આંખ કરતા રાણપુર અને અણિયાળી (કસ્બાતી)માથી ૧૪ જુગારીઓને ઝડપીને સપાટો બોલાવી દીધો હતો

રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાણપુર પોલીસ રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન કુંભારવાડામાં આવેલ અનાજ દળવાની ઘંટી પાસે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હતા તે સમયે પોલોસે રેડ પાડતા અફડાતફડી મચી ગઈ હતી અને ૯ જુગારીઓને રોકડા ૧૪૪૪૦ રૂપિયા સાથે પકડી પાડ્યા હતા જેમા શૈલેશભાઈ મનસુખભાઈ ગોહીલ, સંજયભાઈ નારાયણભાઈ કુંવરખાણીયા, રસીકભાઈ લક્ષ્મણભાઈ રણેરા, જગમાલભાઈ જયંતીભાઈ વાંજા, ખોડુભાઈ ભાવાજી રાઠોડ,પ્રકાસભાઈ ગોવિંદભાઈ ઘાઘરેટીયા, હુશેનભાઈ અહેમદભાઈ વડોદરીયા, શનીભાઈ પરશોત્તમભાઈ નાકીયા આ તમામ જુગારીઓ રહે રાણપુર તમામ વિરૂધ્ધ રાણપુર પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે વધુ તપાસ આઈ.જી.મોરી કરી રહ્યા છે.

જ્યારે રાણપુર તાલુકાના અણિયાળી(કસ્બાતી)ગામે રામજીમંદીર પાસે રેડ પાડતા ૬ જુગારીઓ રોકડા ૩૬૦૦ રૂપિયા સાથે ઝડપાઈ ગયા હતા જેમા મુળજીભાઈ રહીમભાઈ ડાભી(ખલીફા)રહે-અણિયાળી, જેરામભાઈ બાબુભાઈ લીંબડીયા. રહે-રાણપુર (મુળ લિંબડી),  રમેશભાઈ ઠાકરશીભાઈ બરોલીયા, દિનેશભાઈ જેશીંગભાઈ બરોલીયા, દીનેશભાઈ મેરામભાઈ ધરજીયા આ ત્રણેય રહે અણિયાળી-કસ્બાતી આ તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કર્યવાહી એચ.બી.જમોડ કરી રહ્યા છે કુલ મળીને ૧૪ જુગારીઓ પાસેથી રોકડા ૧૮૦૪૦ રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા

Previous articleબાઢડાના ગોદડીયા આશ્રમે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે
Next articleભાંકોદરની સ્વાઈ એનર્જી કંપની દ્વારા પ ગામનાં ખેડૂતોને અન્યાય