ભાંકોદરની સ્વાઈ એનર્જી કંપની દ્વારા પ ગામનાં ખેડૂતોને અન્યાય

1378

જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામે આવેલ મહાકાય સ્વાઈ એનર્જી કંપની દ્વારા ખેડુતો તેમજ ગ્રામજનોનું શોષણ સામે પાંચ ગામના ખેડૂતો દ્વારા રાજુલા પ્રાંત અધિકારી ડાભીને આ કંપની હટાવવા બહોળી સંખ્યામાં લોકએ સુત્રોચ્ચાર આવેદનપત્ર અપાયું.

જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામે આવેલ મહાકાય સ્વાઈ એનર્જી કંપની દ્વારા ભાંકોદર ગામના ખેડૂતોને ભોળવી તમે જમીન આપો અમો તમને તમારા યુવાનોને કાયમી નોકરી તેમજ ગામ લોકોને રોજગારી આપીશુંના ખોટા વાયદા કરી જમીન ન જ ીવી કિંમતે માત્ર વાયદા કરી હડપ કરી લીધીને આજે ૧,ર વર્ષથઈ ગયા છતા આજદીન સુધી ભાંકોદર, વારાહસ્વરૂપ, બાબરકોટ કે બાજુમાં કોવાયા સહિત કોઈ યુવાનોને ન તો નોકરી આપી છે ન તો ગામ લોકોને રોજગારી આપી છે અને માત્ર કંપની દ્વારા ખેડુતો તેમજ ગામ લોકોને ઉલ્લુ બનાવવાનું જ કામ કરતી કંપનીને ન જોઈએ સરકારી લીંગલી નિયમ પ્રમાણે જે તે વિસ્તારમાં જે તે કંપની આવે તેને ત્યાં ટકા સ્થાનિક લોકોને નોકરી રોજગારી આપવાની હોય છે તો આ કંપનીએ સરકારના આદેશનો પણ ઉછાળીયો કરેલ છે અને લોકોને ધમકાવાય છે. કે આ કંપની બહાર દેશ અબુધાબી દ્વારા કામ ચાલે છે અને કોઈએ બબાલ કરી છે તો આઉટ ઓફ કંટ્રોલમાં કેસ ચાલશે આથી ગામ લોકો અત્યાર સુધી ચુપ રહ્યા પણ સહન કરવાની પણ કોઈ હદ હોય માટે આજે પાંચ ગામના ખેડૂતો એકઠા થઈને  જેમાં પ્રથમ ભાંકોદર, વારાહ સ્વરૂપ, બાબરકોટ, કોાવાયા સહિત ખેડૂતો અને ગામ આગેવાનો દ્વારા રાજુલા પ્રાંત અધિકારી ડાભીને આ મહાકાય સ્વાઈ એનજી સંપુર્ણ ભાંકોદર ગામની હદમાંથી હટાવવા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું હતું.

Previous articleરાણપુર પોલીસે જુગાર રમતાં ૧૪ને ઝડપ્યા
Next articleપાલીતાણા રેલ્વે ફાટક પાસે મારૂતિ કાર ભડભડ સળગી