પાલીતાણા રેલ્વે ફાટક પાસે મારૂતિ કાર ભડભડ સળગી

1212

પાલીતાણા તાલુકાના વડીયા ગામેથી ભાવનગરના ફુલસર ગામના રહેવાસી દિનેશભાઈ સામતભાઈ રાઠોડ ઉ.વ.૩પ તે પોતાના સંબંધીના ઘરેથી પોતાની મારૂતિ જેન જીજે ૭ એજી પ૦૩૪ નંબરની કાર લઈ ભાવનગર જવા નિકળ્યા હતા. ત્યારે પાલીતાણા રેલ્વે ફાટક પાસેથી પસાર થતા વૈશાલી સર્વિસ સ્ટેશન પાસે પેટ્રોલની પાઈપ ફાટતા તેણે ગાડી સાઈડમાં પાર્ક કરી હતી અને તેમાં અચાનક ગાડીના એન્જીનમાંથી ધુવાડા નિકળતા જોઈ તેમણે તુરંત જ પાલીતાણા ફાયર ફાયટરને જાણ કરી હતી.

ગાડીમાં બેઠેલ તેમના ત્રણ બાળકો તેમજ તેમની પત્નીને ગાડીમાંથી નીચે ઉતારી દીધા હતા ત્યાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મોકે ફાયર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ફાયરબ્રિગેડના જવા મહેબુબભાઈ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નહોતી.

Previous articleભાંકોદરની સ્વાઈ એનર્જી કંપની દ્વારા પ ગામનાં ખેડૂતોને અન્યાય
Next articleચોરી કરેલ સ્કુટર સાથે ક.પરાના બે શખ્સો જબ્બે