શહેરના તખ્તેશ્વર તળેટી વિસ્તારમાંથી પાંચ દિવસ પહેલા ચોરી કરેલ સ્કુટર સાથે કરચલીયાપરા વિસ્તારના બે શખ્સોને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ક.પરા,આગરીયાવાડ, આંગણવાડી પાસે આવતાં હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકીકત મળેલ કે,દેવો રાજેશભાઈ મકવાણા તથા શાંતિ ધીરૂભાઇ પરમાર રહે.બંને ક.પરા,ભાવનગરવાળા છેલ્લા ચાર-પાંચ દિવસથી સફેદ કલરનું સુઝુકી એકસેસ સ્કુટર ફેરવે છે.જે શંકાસ્પદ સ્કુટર લઇને પસાર થવાનો છે. જેથી તેની વોચ દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળા રજી. નંબર વગરના એકસેસ સ્કુટર સાથે દેવો ઉર્ફે ટોની રાજેશભાઈ મકવાણા ઉ.વ.૧૯ તથા શાંતિ ઉર્ફે સાજન ધીરૂભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે.બંને ક.પરા,ભાવનગર વાળા મળી આવેલ. તેઓની પાસે મો.સા. અંગે આધાર- પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જે સ્કુટર શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ. બંનેને સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
બંનેની પુછપરછ કરતાં તેઓ બંને સાથે મળી પાંચેક દિવસ પહેલા તખ્તેશ્વર તળેટી પાસેથી રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.