છ વર્ષના લગ્નજીવન બાદ નાયબ મામલતદાર પતિ પાસે માંગ્યા છુટાછેડા

778
gandhi392017-4.jpg

ગુજરાતના મહિલા આયોગમાં એક પત્નીએ તેના નાયબ મામલતદાર પતિથી છૂટાછેટા માંગતી અરજી કરી છે. તેમાં એવું કારણ આપ્યું છે કે, છ વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ સંતાન આપવા માટે સક્ષમ ન હોવાથી છૂટાછેડા આપવામાં આવે.રાજ્યના મહિલા આયોગના સૂત્રોના જણાવ્યા મૂજબ આ મહિલાના લગ્ન તેના નાયબ મામલતદાર પતિ સાથે આજથી છ વર્ષ પહેલાં થયાં હતાં. લગ્નના બે વર્ષ બાદ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળતી ન હતી. જેથી પતિ-પત્ની વચ્ચે અનેક વાર ઝઘડાઓ અને ગૃહકલેશ થયા હતા. ત્યાર બાદ પત્નીની માંગને કારણે પતિએ પોતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તે સંતાન પેદા કરવા માટે અસમર્થ હોવાનું તારણ આવ્યું હતું.
જો કે પતિએ આ રિપોર્ટને માન્ય રાખ્યો ન હતો અને ત્યાર પછીના બીજા ત્રણ વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો કર્યાં હતા. જેમાં સદંતર નિષ્ફળ રહેતા પત્નીએ મહિલા આયોગ પાસે છૂટાછેડાની માંગ કરતી અરજી કરી હતી. પત્નીનું ત્રણ વખત કાઉન્સેલિંગ કરીને સમજાવટથી સમાધાનકારી રસ્તો નીકળે તે માટેના પ્રયત્નો કરાયા હતા. પત્નીએ જીદ્દ પકડી રાખતા છેવટે મહિલા આયોગે આ મૂદ્દે ફેંસલો કરવાનું વિચાર્યું છે.મહિલા આયોગના સુત્રોના જણાવ્યા મુજબ ટુંક સમયમાં આ કેસનો ફેંસલો આવે તેમ છે. જેમાં નાયબ મામલતદાર પોતાની પત્નીને રૂ. ૨૦ લાખના ભરણપોષણનો ચેક અને લગ્ન વખતે સાસરા પક્ષ તરફથી મળેલી ઘરવખરી પરત કરશે તેવી શક્યતા છે.

Previous articleઅમદાવાદ : ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી, યુનેસ્કો દ્વારા સર્ટિફિકેટ અપાયું
Next articleઅંબાજી : ભાદરવી પૂનમના મેળાને લઇ ભકિતનું ઘોડાપૂર