એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ ૯માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ અને ધોરણ ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ટકા ગુણ હેતુલક્ષી પ્રશ્નોના રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જૂન ૨૦૧૮થી ધોરણ ૯માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી પ્રથમ ભાષા અને ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી પ્રથમ ભાષામાં એનસીઈઆરટીના પુસ્તકોને અમલી કરવામાં આવ્યા છે જેથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજ રીતે આજરીતે પાઠ્યપુસ્તકોનો અમલ થતો હોવાથી રાજ્ય સરકારે ધોરણ ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કર્યા છે. પરીક્ષા પદ્ધતિમાં આ મહત્વના ફેરફારના કારણે વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્યનો વિકાસ થશે. જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા છે. બદલાયેલા પાઠ્યક્રમના પરિણામે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૦૧૮થી ધોરણ ૧થી ૯માં પ્રથમ કસોટીના ૫૦ ગુણ, બીજી કસોટીના ૫૦ ગુણ અને વાર્ષિક પરીક્ષાના ૮૦ ગુણ રહેશે. હેતુલક્ષી પ્રશ્નો, નિબંધ લક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. વર્ષ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓ અને આંતરિક મુલ્યાંકનના કુલ ૨૦૦ ગુણના ૫૦ ગુણમાંથી વાર્ષિક મુલ્યાંકન કરવાનું ૧૦૦ ગણતરી કરીને રહેશે. વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ગુણ લાવવાના રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૯માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મૂલ્યાંકનના રહેશે જે ૨૦ ગુણના રહેશે. આજે લેવામાં આવેલા નિર્ણયોને લઇને વાલીઓમાં પણ ચર્ચા જોવા મળી હતી. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ ઓએમઆર પદ્ધતિના સ્થાને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. ૮૦ ટકા પ્રશ્નો ટુંકા તથા લાંબા પ્રશ્નો તથા નિબંધ પ્રકારના રહેશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય ૫૦ ગુણનું રહેશે. ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચ ૨૦૧૯માં લેવામાં આવનાર બોર્ડની પરીક્ષા માટે હાલની પદ્ધતિ યથાવત રહેશે. ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રનું પરિરુપ યથાવત રહેશે.
ફેરફારો શું કરવામાં આવ્યા
એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ ૯માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ અને ધોરણ ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કરાયેલા ફેરફાર નીચે મુજબ છે.
* શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૯માં પ્રથમ કસોટીના ૫૦ ગુણ, બીજી કટોસીના ૫૦ ગુણ અને વાર્ષિક પરીક્ષાના ૮૦ ગુણ રહેશે જેમાં તમામ પ્રકારના પ્રશ્નો જેવા કે હેતુલક્ષી પ્રશ્નો, ટુંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ટકા રહેશે. અન્ય પ્રશ્નો ૮૦ ટકા રહેશે. આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા અને આંતરિક મુલ્યાંકનના કુલ ૨૦૦ ગુણના ૫૦ ટકા ગણતરી કરીને ૧૦૦ ગુણમાંથી વાર્ષિક મુલ્યાંકન કરીને આગળ વધાશે. પાસ થવા ૩૩ ટકા ગુણ જરૂરી રહેશે
* શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૯માં શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકનના બદલે આંતરિક મુલ્યાંકન રહેશે જેના ૨૦ ગુણ રહેશે. પાંચ ગુણ પ્રથમ કસોટીના ગુણના આધારે, પાંચ ગુણ બીજી કસોટીના ગુણના આધારે, પાંચ ટકા ગુણ નોટબુકના આધારે, પાંચ ગુણ વિષય એનરીચમેન્ટ એક્ટીવીટીના આધારે રહેશે
* વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ની માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ ઓએમઆર પદ્ધતિના બદલે ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. ધોરણ ૧૦માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર ૭૦ ટકાના બદલે ૮૦ ટકા રહેશે. આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ, બોર્ડના ૮૦ ગુણના પેપરમાં ૨૦ ટકા અથવા તો ૧૬ ગુણ હેલુલક્ષી પ્રશ્નોના અને ૮૦ ટકા અથવા તો ૬૪ ગુણ મોટા પ્રશ્નોના રહેશે
* વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦માં શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકનના સ્થાને આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ હશે જેમાં પાંચ ગુણ પ્રથમ કસોટીના માર્કના આધારે, પાંચ ગુણ બીજી કસોટીના ગુણના આધારે, પાંચ ગુણ નોટબુકના આધારે, પાંચ ગુણ વિષયના એનરીચમેન્ટના આધારે મુકાશે
* ૨૦૧૮-૧૯થી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ કસોટીના ૫૦, બીજી કસોટીના ૫૦, વાર્ષિક પરીક્ષા ૮૦ ગુણ હશે. ૫૦ ટકા એમસીક્યુ પદ્ધતિના બદલે ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો હશે. ૮૦ ટકા મોટા પ્રશ્નોના રહેશે. આંતરિક મુલ્યાંકન ૨૦ ગુણના રહેશે જેમાં પાંચ ગુણ પ્રથમ કસોટીના માર્કના આધારે, પાંચ ગુણ બીજી કસોટીના ગુણના આધારે, પાંચ ગુણ નોટબુકના આધારે, પાંચ ગુણ વિષયના એનરીચમેન્ટના આધારે મુકાશે. કુલ ૨૦૦ ગુણના ૫૦ ટકા ગણતરી કરીને ૧૦૦ ગુણમાંથી વાર્ષિક મુલ્યાંકન કરીને આગળ વધાશે. ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય ૫૦ ગુણનું રહેશે. પ્રાયોગિક કાર્યના ગુણ માર્કશીટમાં અલગરીતે આવશે
* ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ પદ્ધતિના બદલે બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ટકા હેતુલક્ષી અને ૮૦ ટકા મોટાપ્રશ્નોના રહેશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય ૫૦ ગુણનું હશે.
* ધોરણ ૯ અને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર પરીરુપ મોડેથી જણાવાશે
* ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર યથાવત રહેશે
* ધોરણ ૧૦ અને ૧૨ માર્ચ ૨૦૧૯માં લેવામાં આવનાર બોર્ડની પરીક્ષામાં પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે