રાજુલા યુવા ભાજપના મહામંત્રી તરીકે સાગર સરવૈયાની વરણી

1066

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા ભાજપ સંગઠનને વધુ મજબુત કરવા અને યુવાનોને સ્થાન આપવાના જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાની સુચનાથી આજરોજ રાજુલા ખાતે મહામંત્રી રવુભાઈ ખુમાણની અધ્યક્ષસ્થાને મળેલ કાર્યકરોની બેઠકમાં રાજુલા યુવા ભાજપ મહામંત્રી તરીકે રાજુલાના સેવાભાવી અને ગરીબો પ્રત્યે હમ દિલી દાખવનાર અને એડવોકેટસ સાગરભાઈ સરવૈયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ વરણીને હીરાભાઈ સોલંકી, હરસુરભાઈ લાખણોત્રા, વનરાજભાઈ વરૂ, રણછોડભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા, સમીરભાઈ કનોજીયા, કમલેશભાઈ મકવાણા સહિત ભાજપ કાર્યકરો દ્વારા આવકારી હતી.

Previous articleઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજપીપળા-નર્મદામાં ભારે વરસાદ
Next articleરાજુલા-જાફરાબાદ ટ્રક એસોસીએશન દ્વારા હડતાલને ટેકો : પૈડા થંભી જશે