મારે ટીનેજર્સ સુધી પહોંચવું છે ઐશ્વર્યા રાય બચ્ચન

1664

ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું હતું કે મારે આજના ટીનેજર્સ સુધી પહોંચવું છે એટલે કમ્ફર્ટ ઝોન છોડીને બહાર આવી છું.

હાલ ઐશ્વર્યા રાય બચ્ચન સિનિયર અભિનેતા અનિલ કપૂર અને ટોચના અભિનેતા રાજકુમાર રાવ સાથે ફન્ને ખાન ફિલ્મમાં ચમકી રહી છે. આ ફિલ્મ રજૂઆતને આરે છે અને હાલ એનું પ્રમોશન ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં એણે પોપ સિંગરનો રોલ કર્યો છે. પોતાની પુત્રીને ટોચની ગાયિકા બનવાનું સપનું છે એ પૂરું કરવા ફન્ને ખાન (અનિલ કપૂર ) ઐશ્વર્યાનું અપહરણ કરે છે એવી કથા આ ફિલ્મમાં છે.

નવોદિત ડાયરેક્ટર અતુલ માંજરેકરે આ ફિલ્મ બનાવી છે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે ટીનેજર્સ દર્શકો સુધી પહોંચવાના હેતુથી મેં આ ફિલ્મ સ્વીકારી હતી. આ એક મ્યુઝિકલ રોમાન્ટિક ફિલ્મ છે.

અતુલ માંજરેકરે કહ્યું હતું કે મેં ઐશ્વર્યાને નજર સામે રાખીને જ આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી. એના સિવાય બીજી કોઇ અભિનેત્રી આ રોલને ન્યાય આપી નહીં શકે એમ હું માનતો હતો. એ ઉત્તમ અભિનેત્રી છે, ખૂબ સુંદર છે અને પોતાના પાત્રને શ્રેષ્ઠ ન્યાય આપે એવી કલાકાર છે.

તમારી તો આ પહેલી ફિલ્મ છે. તમે એને શી રીતે આ રોલ કરવા સમજાવી શક્યા એવા સવાલના જવાબમાં અતુલે કહ્યું કે મેં એને સ્ક્રીપ્ટ આપી હતી અને મારો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો. એને સ્ક્રીપ્ટ ગમી એટલે એણે હા પાડી હતી.

Previous articleશાકાહારી બનવું એ મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય : અનુષ્કા શર્મા
Next articleસુશાંત અને કૃતિએ રિલેશનશિપમાંથી બ્રેક લીધો..?!!