ગુજરાતમાં દારૂબંધી છતા દારૂનાં અડ્ડાઓ ચાલે છે તે મુદ્દે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાં દ્વારા રાજયપાલ ઓ પી કોહલીને મળીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.
બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ તથા ગાંધીનગર જિલ્લા ઠાકોર સેનાનાં પ્રમુખ ગોવિંદજી ઠાકોર તથા દહેગામ, માણસા તથા કલોલનાં સેનાનાં પ્રમુખ હાજર રહ્યા હતા. આવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક હોવા છતા ખુલ્લેઆમ દારૂનાં અડ્ડાઓ ચાલે છે. જેના કારણે કેટલાય પરીવારો બરબાદ થાય છે.
અવાર નવાર ગુજરાતમાં થતા લઠ્ઠાકાંડનું મુખ્ય કારણ તેમાં વપરાતા મિથેનોલ જેવા કેમીકલ તેમજ કેફી દ્રવ્યો છે. વહીવટી તંત્રની નિષ્ફળતાનાં કારણે સમગ્ર ગુજરાતમાં યુવાધન બરબાદ થઇ રહ્યુ છે. ઠાકોર સેના દ્વારા દારૂબંધી મુદ્દે રાજયપાલને આવેદન અપાયુ હતુ.