રાજુલા વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠકનો શિકારીઓ પર સપાટો તાલુકાના ખેરાના દરિયાઈ વિસ્તારમાંથી ફ્લેમીંગો ૧૩ પક્ષીઓનો શિકાર કરતા પ શિકારીઓને રંગેહાથ પકડી પાડી રૂા.૧ લાખ ર૦ હજારનો દંડ વસુલી આગળની કાર્યવાહી હાથ ધરતા શિકારી પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રાજુલા વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠકનો શિકારી પ્રવૃત્તિ કરતા પ શિકારીઓ જે ખેરા દરિયાઈ વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિ કરી રહ્યાંની બાતમી મળતા વન કર્મચારીઓની ટીમ સાથે લવાતા છુપાતા પ શખ્સો શિકાર કરી રહ્યાં જ હતા તેને પકડી પાડવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા કારણ તે શિકારીઓ ખારા વિસ્તારમાં ઉઘાડા પગે દોડી શકે છે અને જરૂર પડ્યે દરિયાના પાણીમાં પડી તરીને ભાગી પણ જાય છે પણ તેને રંગેહાથ પકડી પાડવા ખૂબ જહેમત ઉઠાવવા પડી એને પ શિકારીઓને કોમ્બીંગ કરી રંગેહાથ પકડી પાડ્યા જેમાં જીવરાજ જેઠુર શિયાળ ઉ.વ.૧૮, ડાહ્યા રૂડા ગુજરીયા ઉ.વ.૪૦, ધનસુખ છગન શિયાળ ઉ.વ.ર૦, જીવન નથુ ગુજરીયા ઉ.વ.૧૮, રમેશ ભગવાન શિયાળ ઉ.વ.ર૦ને પકડી પાડી વન વિભાગ અમરેલી ડીએફઓ મેડમ ગેહલોત દ્વારા આ પાંચેય શિકારીઓએ કરેલ છેલ્લા રપ દિવસમાં ૧૩ ફ્લેમીંગો પક્ષીના શિકાર બાબતે તમામ તહોમતદારો મળી કુલ રૂા.૧ લાખ ર૦ હજારનો દંડ વસુલ્યો હતો જેનાથી દરિયાઈ વિસ્તારમાં ઘણા સમયથી કિંમતી પક્ષીઓ તેમજ કાચબાઓના શિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.