વાવોલમાં કીર્તીધામ પાસે વહેલી સવારે ૧૦૦ વર્ષ જુનુ આબલીનું ઝાડ અચાનક પડી જતાં તેની નીચે ઉભેલા બાળકો અને મહિલાઓને ઈજા પહોંચી હતી.
અચાનક પડેલા ઝાડે એક મહિલાનું કરૂણ મોત સ્થળ પર જ નીપજયું હતું જયારે અન્ય એક મહિલા તેમજ બાળકને હોસ્પિટલ ખસેડાયા હતા.
ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ઝાડ કાપી, મૃતક મહિલાને બહાર કાઢી પરંતુ મહિલાનું ગળુ મળડાઈ જવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તબકકે જ જણાયું હતું. જેને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાયું હતું.