ગુજરાત હજ કમિટિની પ્રશંસનીય કામગીરી

1326

સમગ્ર ભારતની હજ કમિટીઓમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી ગુજરાત રાજય હજ કમિટિની ત્રણ વર્ષની મુદત પુરી થવા આવી છે. હવે સરકાર નવી હજ કમિટિની રવાના કરશે. ગુજરાત રાજય હજ કમિટિના ચેરમેન પ્રિન્સીપાલ મોહમ્મદઅલી કાદરી અને તેમની પુરી ટીમે અથાક પ્રયત્નો કરી હાજીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડી, હાજીઓનો પ્રેમ સંપાદન કરી ગુજરાત સરકારને પણ ગૌરવ અપાવ્યું છે. ત્રણ વર્ષના ટુંકા ગાળામાં જ કમિટિએ સર કરેલા સોપાનો અને ઉત્તમ કામગીરીના વખાણ વિપક્ષના મોહંમદ જાવીદ પીરઝાદા જેવા ધારાસભ્યએ જાહેરમાં કરી ગુજરાત અજ કમિટિના ગૌરવમાં યશ કલગી વધારી ચુકયા છે.

હજ કમિટિના ચેરમેન – પ્રિન્સીપાલ કાદરી અને તેમની ટીમ દર વર્ષે હજ કવોટા વધારવામાં સફળ રહી અને ગત વર્ષોના ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધારે ૧૧૦૪૯ હાજીઓ હજયાત્રાએ ગયા હતાં. હજ કમિટિની સફળ કામગીરીથી પ્રભાવિત થઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેરમેન પ્રિન્સીપાલ કાદરીને ભારત સરકારના હજ ગુડવીલ મીશનમાં ડેપ્યુટી લીડર તરીકે પસંદ કરીને ર૦૧૬માં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સાઉદી મોકલ્યા હતાં.

અમદાવાદ કાલુપુરમાં આવેલ હજ હાઉસનું રૂપિયા ૭૦ લાખના ખર્ચે રિપેરીંગ અને રીનોવેશન કરી હાજ હાઉસને આ કમિટિએ નવા રંગરૂપ આપ્યા હતાં. હજ સિવાયના મહિનાઓમાં ખંડેયેર હાલતમાં રહેતા હજ હાઉસમાં સરકાર દ્વારા લેવામાં આવતા કલાસ-૧ અને કલાસ-રની પરીક્ષાઓ મુસ્લીમ વિદ્યાર્થીઓ આપી શકે તે માટે રહેવા-જમવા સહિત મફત તાલીમ વર્ગો શરૂ કરી સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાનું ઉત્તમ કામ હજ કમિટિએ કરેલ.

ગુજરાતના હાજીઓની સેવામાં ગયા વર્ષે પ૦ સરકારી મુસ્લીમ કર્મચારીઓને ગુજરાત સરકારે સાઉદી મોકલ્યા હતાં. આ વર્ષે પણ લગભગ ૩પ જેટલા ખાદિમુલ હુજ્જાજ-સરકારી કર્મચારીઓને હાજીઓની સાથે સાઉદી મોકલવામાં આવશે. સેન્ટ્રલ હજ કમિટિ મુંબઈની મિટીંગમાં ચેરમેન પ્રિન્સીપાલ મોહમદઅલી કાદરીએ હાજીઓને ફરજિયાત બેગો ખરીદવાના નિર્ણયનો વિરોધ કરી કાયદો રદ કરાવી હાજીઓનું શોષણ થતું અટકાવ્યું હતું. એક વખત ઉમરા અથવા હજ કરેલી હોય અને બીજી વખત તે માટે સાઉદી જાય તેમણે બે હજાર સાઉદી રિયાલ લગભગ પાંત્રીસ હજાર રૂપિયા વધારે ચુકવવાના સાઉદી સરકારના આઘાતજનક કાળા કાયદાનો પ્રિન્સીપાલ કાદરીએ જાહેર વિરોધ કરી લાગતા વળગતાઓને રજુઆત કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર હાજીઓ માટે મસ્જીદમાં હોય તેવા વજુ કરવા માટેના આરામદાયક સખાવા બનાવવાનો યશ પણ ગુજરાત હજ કમિટિના ફાળે જાય છે. એરપોર્ટ પર હાજીઓને વિદાય આપવા આવતા સગાસંબંધીઓને ગુણવત્તાસભર પૌષ્ટીક ચા-નાસ્તો, નહીં નફો અને નહીં નુકશાનના ધોરણે મળી રહે અને સ્ટોલવાળા નફાખોરી ના કરે તે માટે મોટા અક્ષરે ભાવ લખવાની ફરજ પાડવામાં આવે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કેટલા, સેવાભાવી એનજીઓ તરફથી એરપોર્ટ પર તદ્દન મફત ચા-નાસ્તો અને દવાઓ મળી રહે તેવું હજ કમિટિએ સુંદર આયોજન કરેલ છે.

ગુજરાતમાંથી ૧ ઓગષ્ટથી હજયાત્રાએ જનાર હાજીઓને ગુજરાત રાજય હજ કમિટિના ચેરમેન પ્રિન્સીપાલ મોહમ્મદઅલી કાદરી અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે અને આપણા પ્યારા વતન ભારતની શાંતિ, સમૃધ્ધિ અને પ્રગતિ તથા વિશ્વ કલ્યાણ માટે મક્કા-મદીનામાં અલ્લાહથી દુઆઓ કરવા અનુરોધ કરેલ છે.

Previous articleહિરાની ઠગાઈ પ્રકરણે ૧૦૦ ટકા માલ રીકવર કરતી એલસીબી
Next articleબોરતળાવ વોર્ડમાં રૂા. ર.પ૮ કરોડના વિકાસ કાર્યો મજુર, ધારાસભ્ય જીતુ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત