હાલ ચોમાસામાં ગ્રીનસીટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ થઈ રહ્યુ છે. આ વર્ષે પણ લગભગ ૧૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. મંગળવારના રોજ જ્વેલ્સ સર્કલ પાસે ડીવાઈડરમાં ગર્ગ ઓર્થોપેડિક હોસ્પિટલના સૌજન્યથી વધુ ૨૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ ડો. નીરજ જોષી તથા તેેમની બંને દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા મુકેશભાઈ પરીખ હાજર રહ્યા હતા.