ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા આજે શહેરના બોરતળાવ વોર્ડમાં રૂા.૨ કરોડ ૫૮ લાખના ખર્ચે અનેકવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી મેયર મનહરભાઈ મોરી, શહેર મહામંત્રી મહેશભાઈ રાવલ, વનરાજસિંહ ગોહિલ રાજુભાઈ બાંભણીયા, ડે. મેયર અશોકભાઈ બારૈયા સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ મનાલાલ સોલંકી, શિક્ષક સમિતિના ચેરમેન નીલેષભાઈ રાવલ, ડે. ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ વોર્ડ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સરવૈયા વગેરેની હાજરીમાં યોજાયુ હતું.
આજરોજ બોરતળાવ વોર્ડની અંદર રૂા.૨ કરોડ ૫૮ લાખના ખર્ચે અનેકવિધ વિકાસના કાર્યોના ખાતમુર્હુત થયા છે. જેનાથી આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં વર્ષોથી ચાલી આવતી પ્રાથમિક સુવિધાના અબાવની સમસ્યાનો અંત આવશે અને શહેરના છેવાડાના વિસ્તારમાં વિકાસનો સૂર્યોદય થશે આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે બોરતળાવ ગણેશનગર આર.સી.સી. રોડ ૫૧ લાખના ખર્ચે, કુમુદવાડી હીરાબજાર રોડ ૧૪ લાખના ખર્ચે શેવરોલેટ શો રૂમની પાછળનો ખાંચો ૧૫ લાખના ખર્ચે, શીતલપાર્ક, મારૂતીધામ સોસાયટી માધવાનંદ સોસાયટી, નારેશ્વર સોસાયટી, પટેલનગર, શાંતીનગર, પોપટભાઈની વાડી, પટેલ સોસાયટી, મિલ્ટ્રી સોસાયટી બોરતળાવ દેસાઈનગર, ગણેશનગર સહિત અનેકવિધ સોસાયટીઓમાં આરસીસી પેવર રોડ અને પેવીંગ બ્લોકના ખાતમુર્હુત થયા છે. જેનાથી વર્ષોથી મુસ્કેલીઓ વેઠતા રહેવાસીઓની સમસ્યા અંત આવ્યો છે.