પત્નિ અને લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સાથે કોઇ પણ પ્રકારના મતભેદો અને તકરાર હોવાના હેવાલને પતિ અભિષેક બચ્ચને રદિયો આપ્યો છે. અભિષેકે કહ્યુ છે કે તમામ હેવાલ પાયાવગરના છે. મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ આધારવગરના હોવાની વાત કરીને અભિષેકે વધારે ચર્ચા ન ફેલાય તે હેતુથી આ ખુલાસો કર્યો છે. હાલમાં જ અભિષેક બચ્ચન પોતાની પત્નિ એશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યાની સાથે લંડનમાં રજા માણીને પરત ફર્યા છે. આ હેવાલ તેના હોલિડેને લઇને નહીં બલ્કે એશ સાથે મતભેદોને લઇને છે. હાલમાં એક વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલા હેવાલમાં કહેવામાં આવ્યુ હતુ કે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પ્રકારના હેવાલ આવ્યા બાદ અભિષેકે તરત જ પ્રતિક્રિયા આપીને આ પ્રકારના હેવાલ વધારે ન ફેલાય તેવા પ્રયાસ કર્યા છે. અફવા પર અભિષેકે વિરામ મુકી દીધો છે. અભિષેકે ટિ્વટ કરીને કહ્યુછે કે ખોટા સમાચાર ફેલાવવાની જરૂર નથી. તે જાણે છે કે આપના પર સતત સમાચાર આપવા માટે દબાણ રહે છે. પરંતુ ખોટા સમાચાર પ્રકાશિત કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી.
હવે રિપોર્ટ હટાવી લેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જ્યારથી તકરાર થઇ છે ત્યારથી અભિષેક અને એશ વચ્ચે ખેંચતાણ જારી છે. અભિષેક હાલમાં મનમર્જિયા નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. એશ ફન્ને ખાનમાં કામ કરી રહી છે. અભિષેકની ફિલ્મ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. એશની ફિલ્મ ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરાશે.