GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

3921

(૨૨૬) ધોળાવીરા ક્યાં બેટ પર આવેલું છે ?
– ખદીર બેટ
(૨૨૭) એકપણ ટાંકો લીધા વગર તૈયાર થતી “રૂ”ની રજાઈ “સુજની” ક્યા વિસ્તારની જાણીતી છે?
– ભરૂચ
(૨૨૮) ઇ.સ.૧૯૫૮માં મળી આવેલ સૌપ્રથમ ખનીજતેલ અને કુદરતી વાયુનું સ્થળ “લૂણેજ” ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– આણંદ
(૨૨૯) દક્ષિણ ગુજરાતનાં બગીચા તરીકે ક્યુ શહેર ઓળખાય છે ?
– વલસાડ
(૨૩૦) ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર “ગોરજ” ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– વડોદરા
(૨૩૧) કોટ, પેઢામણિ, લાંઘણજ જેવા પ્રાગ ઐતિહાસિક કલાના મથકો ક્યા જિલ્લામાં આવેલા છે ?
– મહેસાણા
(૨૩૨) પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે આવેલા જાણીતા સોલર પાર્કનું નામ જણાવો ?
– સૂર્યતીર્થ
(૨૩૩) ભારતનું એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલ્વે સ્ટેશન ક્યુ છે ?
– ભાવનગર
(૨૩૪) ગુજરાતનું પ્રથમ વાઈ-ફાઈ ગામ ક્યુ છે?
– તિધરા (વલસાડ)
(૨૩૫) ભારતીય સૈન્ય દ્વારા ચાલતું ઈસ્ઈ (દક્ષિણામુર્તિ) મંદિર ક્યાં આવેલ છે ?
– વડોદરા
(૨૩૬) અગ્નિજિત મોટી (ફાયર ર્ક્લે)ના ઉત્પાદન માટે સુરેન્દ્રનગર જિલ્લાનો ક્યો તાલુકો જાણીતો છે ?
– મૂળી
(૨૩૭) હઝરત સૈયદ હાજીઅલીની દરગાહ “મીરા દાતાર” ક્યાં આવેલ છે ?
– ઉનાવા (મહેસાણા)
(૨૩૮) દાડમનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ?
– ભાવનગર
(૨૩૯) કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર ક્યા મેદાન તરીકે ઓળખાય છે ?
– વાગડનું મેદાન
(૨૪૦) મધુમતી નદીના કિનારે આવેલ “સારસા ડુંગર” ક્યાં જીલ્લામાં આવેલ છે ?
– ભરૂચ
(૨૪૧) ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી ક્યાં શહેરમાં સ્થપાઈ હતી ?
– વડોદરા
(૨૪૨) ઇફકો રસાયણિક ખાતરનું કારખાનું ગાંધીનગર જિલ્લાના ક્યાં તાલુકામાં આવેલું છે ?
– કલોલ
(૨૪૩) ગુજરાતમાં સૌથી વધુ અકીક ક્યાંથી મળે છે ?
– ઝઘડીયા (ભરૂચ)
(૨૪૪) માર્કો પોલોએ મુલાકાત લીધી હોય તેવું બંદર ક્યુ છે ?
– ખંભાત
(૨૪૫) ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ “કમલા નહેરૂ જિયોલોજિકલ પાર્ક” ક્યાં આવેલ છે?
– અમદાવાદ
(૨૪૬) ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યુ છે ?
– સકકરબાગ (જૂનાગઢ)
(૨૪૭) અંતરિક્ષયાત્રી સુનિતા વિલયમ્સનું વતન “ઝૂલાસણ” ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– મહેસાણા
(૨૪૮) ગુજરાતમાં નદી પરનો સૌથી પહોળો પુલ ક્યો છે ?
– દધિચી પુલ (અમદાવાદ)
(૨૪૯) ભારતના સૌપ્રથમ કેનાલ ટોપ સોલર પ્રોજેકટ મહેસાણા જિલ્લાના ક્યા ગામે સ્થપાયો છે? – ચંદ્રાસણ
(૨૫૦) ભારતનું એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યુ છે ?
– ભાવનગર બંદર
(૨૫૧) પ્રતિ વર્ષ કચ્છ રણોત્સવ ક્યાં આયોજિત થાય છે ?
– ઘોરડો
(૨૫૨) ૧૯૪૨ ના હિન્દ છોડો સમયે ગોળીબાર થયો તે અડાસ રેલ્વે સ્ટેશન ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– આણંદ

Previous articleઅકવાડા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બે માસુમ બાળાના કરૂણ મોત
Next articleરાજ્યના પોલીસતંત્રમાં ફેરફાર, 66 SP કક્ષાના અધિકારીઓની બદલી