મિશન વિધા કાર્યક્રમનો મંત્રી ગણપતભાઇ વાસાવાની ઉપસ્થિતિમાં સરગાસણથી આરંભ

1380

ગાંધીનગર જિલ્લામાં મિશન વિધા કાર્યક્રમનો આરંભ વન મંત્રી ગણપતભાઇ વસાવાએ સરગાસણ ગામની પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો. આ કાર્યક્રમ આજથી તા. ૩૧મી ઓગષ્ટ,૨૦૧૮ દરમ્યાન યોજાશે.

સરગાસણ પ્રાથમિક શાળાથી મિશન વિધા કાર્યક્રમનો આરંભ કરાવી મંત્રી ગણપતભાઇ વસાવાએ ધોરણ- ૬ થી ૮ ના કલાસની મુલાકાત લીઘી હતી. જેમાં ધોરણ – ૬ થી ૮ ના બાળકો પાસે ગણન, લેખન અને વાંચન કરાવ્યું હતું. આ દરમ્યાન શાળાના બાળકોને સારું ભણવાથી શું ફાયદાઓ થાય છે. તેની પણ વાત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જહાનવીબેન પટેલ, ડેપ્યુટી ડી.પી.ઇ.ઓ કિરણબેન પટેલ, ટી.પી.ઇ.ઓ મોદીભાઇ, બી.આર.સી. કોડીનેટર પંકજભાઇ, સી.આર. સી જશુભાઇ, જિલ્લાના એમ. આઇ. એસ જીગ્નેશભાઇ, તલાટી, ગામના સરપંચ સહિત એસ.એમ.સીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleનવી આકારણીથી મિલકતવેરાની આવકમાં ૧૦ કરોડનો વધારો થવાની શકયતા
Next articleમહાત્મા મંદિર ખાતે ચેર સંરક્ષણ વિષયક બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ